નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

વિદ્યાર્થીના પિતાને પુત્રના અપહરણની આશંકા

નિકોલ વિસ્તારમાં રહેતો વિદ્યાર્થી ઘરેથી ટયુશન કલાસમાં એકસ્ટ્રા કલાસીસમાં જવાનું કહીને નીકળ્યા બાદ કયાંક ગુમ થઈ ગયો હતો. આ અંગે નિકોલ પોલીસે વિદ્યાર્થીના શંકાસ્પદ અપહરણનો ગુનો દાખલ કરી શોધખોળ આદરી છે.

નિકોલમાં રહેતા મૂળ બિહારના વતની રાજુભાઈ મહતોને સંતાનમાં ત્રણ બાળકો છે જેમાં સૌથી મોટો દિકરો રોશન (ઉ.13 વર્ષ 11 મહિના) ધોરણ 9 માં અભ્યાસ કરે છે. રોશન નિકોલમાં મુક્તિધામ એસ્ટેટખાતે આવેલા સૂર્યમ ઔરા ફલેટના પહેલામાળે આવેલા ઈન્ફ્રા ટયુશન કલાસમાં ટયુશન માટે જાય છે. બન્યું એવું કે ગત તા 27 એપ્રિલથી રાજુભાઈ કેન લઈને બનાસકાંઠાના એઠા રામપુર ગામે કામ કરવા માટે ગયા હતા. ગત પહેલી મે ના રોજ સાંજે તેમની પત્નીએ ફોન કરીને જાણ કરી હતી કે, રોશન સાંજના પાંચ વાગે ટયુશન કલાસીસમાં ગયો હતો અને પાછો આવીને છ વાગે મારે એકસ્ટ્રા કલાસીસ છે જેથી હું જાઉ છું તેમ કહીને ઘરેથી ગયા બાદ રોશન ઘરે પાછો ફર્યો નથી.

આ અંગે રાજુભાઈએ તેમના સગાસબંધીઓ અને અન્ય સ્થળે તપાસ કરતા ક્યાંક રોશનનો પત્તો મળ્યો નહતો. અંતે આ મામલે રાજુભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં તેમના દીકરાના અપહરણ થયાની આશંકા સાથે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    સાયરાબાનુ અનેક ગુનામાં સંડોવાયેલી છે અમદાવાદના નારોલ વિસ્તારના ગણેશનગરમાં ગેરકાયદેસર જુગાર ચલાવતી કુખ્યાત ‘લેડી ડોન’ તરીકે ઓળખાતી સાયરાબાનુ પઠાણ સહિત 14 આરોપીઓને નારોલ પોલીસે રંગેહાથ ઝડપી લીધા છે. ટોરેન્ટ પાવરની…

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    બંને પક્ષની સામસામે હુમલો કર્યાની ફરિયાદ વટવામાં નિગમ સોસાયટીના બે રહીશો વચ્ચે કોઈ અગમ્ય કારણોસર થયેલા ઝઘડામાં એક વ્યકિતને ધારીયાથી માથામાં ઈજા થઈ હતી. આ મામલે બંને પક્ષોએ વટવા પોલીસ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    નારોલમાં ‘લેડી ડોન’ સહિત 14 શખ્સ જુગાર રમતા ઝડપાયા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    વટવામાં સોસાયટીના 2 સભ્ય વચ્ચે મારામારીમાં એકને ઈજા

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    સાણંદમાં 31 વેપારી પાસેથી 174 કિલો પ્લાસ્ટિક જપ્ત કરી રૂ.19700 દંડ ફટકાર્યો

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    વટવામાં જેલમાંથી છૂટ્યા બાદ આરોપીએ મારામારી કરીને વાહનોમાં તોડફોડ કરી

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    અમદાવાદમાં સેવન્થ-ડે સ્કૂલ જેવી બીજી ઘટના: એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીએ સ્કૂલ બહાર છરીના ઘા ઝીંક્યાં પોલીસ ઘટનાસ્થળે.

    વાડજ પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે પ્રશ્નાર્થ

    વાડજ પોલીસ સ્ટેશનની ગંભીર બેદરકારી સામે પ્રશ્નાર્થ