પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં નરોડાની દેવી સિનેમાથી સ્માશાન સુધી, હંસપુરા.ગેલેક્ષી સિનેમા,અરવિંદ ચોકડી સહિતના તમામ વિસ્તારોની મળીને કુલ 2 હજાર જેટલી દુકાનો સ્વયંમભૂ બંધ રાખવામાં આવી હતી. જ્યારે કાલુપુરમાં પણ વેપારીઓએ બંધ પાળીને મૃતકોને શ્રદ્ધાંજલી આપવાની સાથે સાથે હુમલાની ઘટનાને વખોડી કાઢી હતી.
સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ
સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ…